NMMS 2025 Practice Test No. 16 – Unlock Potential & Prepare for Success

NMMS 2025 Practice Test No. 16 – Unlock Potential & Prepare for Success

NMMS 2025 Practice Test No. 16

વિજ્ઞાન: પ્રકરણ 4 અને 5 (ધોરણ 7)

NMMSની તૈયારીને પરખો!

આ પાઠની તમારી સમજણ ચકાસવા અમારી ઇન્ટરએક્ટિવ ક્વિઝ રમો

હવે ક્વિઝ રમો

20+ MCQs, તાત્કાલિક પરિણામ અને સમજૂતી સાથે

NMMS પ્રેક્ટીસ ટેસ્ટ અને સ્ટડી મટીરીયલ (ટેસ્ટ – 16)

વિજ્ઞાન પ્રેક્ટીસ ટેસ્ટ – પ્રકરણ 4 અને 5

ધોરણ 7 વિજ્ઞાનના પ્રકરણ 4 અને 5 પર આધારિત NMMS પ્રેક્ટીસ ટેસ્ટ (તા. 12/09/2025):

પ્રશ્નપત્ર PDF

ડાઉનલોડ કરી પ્રિન્ટ કરી શકો છો

ડાઉનલોડ કરો

ઉત્તર કી (PDF)

તમારા જવાબો ચકાસવા માટે

ડાઉનલોડ કરો

ઉત્તર કી (CSV)

Evalbee માટે ઉપયોગી

ડાઉનલોડ કરો

ટીપ્સ: પ્રેક્ટીસ ટેસ્ટ આપતા પહેલા નીચે આપેલ પ્રકરણની નોંધનો અભ્યાસ કરી લો. આથી તમારી તૈયારી વધુ મજબૂત બનશે અને તમે વધુ સારો સ્કોર કરી શકશો.

વિજ્ઞાન: મુખ્ય ખ્યાલો અને નોંધ (પ્રકરણ 4 અને 5)

પ્રકરણ 4: ઍસિડ, બેઇઝ અને ક્ષાર

  • ઍસિડ (Acids): આ પદાર્થો સ્વાદે ખાટા હોય છે. દહીં, લીંબુનો રસ, નારંગી, આમલી અને વિનેગર જેવા ખાદ્ય પદાર્થોમાં કુદરતી (કાર્બનિક) ઍસિડ રહેલા હોય છે. પ્રયોગશાળામાં વપરાતા હાઇડ્રોક્લોરિક ઍસિડ અને સલ્ફ્યુરિક ઍસિડ જલદ ઍસિડ છે.
  • બેઇઝ (Bases): આ પદાર્થો સ્વાદે તૂરા અને સ્પર્શ કરવાથી સાબુ જેવા ચીકણા લાગે છે. ખાવાનો સોડા (બેકિંગ સોડા), સાબુ અને ચૂનાનું પાણી બેઇઝનાં ઉદાહરણો છે. સોડિયમ હાઇડ્રોક્સાઇડ એક જલદ બેઇઝ છે.
  • સૂચકો (Indicators): કોઈ પદાર્થ ઍસિડિક છે કે બેઝિક, તે ચકાસવા માટે વપરાતા ખાસ પદાર્થોને સૂચક કહે છે. હળદર, લિટમસ અને જાસૂદની પાંદડીઓ કુદરતી સૂચક છે, જ્યારે ફિનોલ્ફથેલીન રાસાયણિક સૂચક છે.
  • લિટમસ પર અસર: ઍસિડ ભૂરા લિટમસપત્રને લાલ બનાવે છે, જ્યારે બેઇઝ લાલ લિટમસપત્રને ભૂરું બનાવે છે.
  • તટસ્થીકરણ (Neutralisation): જ્યારે ઍસિડ અને બેઇઝને યોગ્ય પ્રમાણમાં ભેગા કરવામાં આવે, ત્યારે બંને પોતાના ગુણધર્મો ગુમાવે છે. આ પ્રક્રિયાને તટસ્થીકરણ કહે છે. આ પ્રક્રિયાના અંતે ક્ષાર અને પાણી બને છે તથા ઉષ્મા ઉત્પન્ન થાય છે. (ઍસિડ + બેઇઝ → ક્ષાર + પાણી + ઉષ્મા)
  • રોજિંદા જીવનમાં તટસ્થીકરણ: પેટમાં થતી ઍસિડિટી (અપચો), કીડીના ડંખની અસર, જમીનની માવજત અને કારખાનાંના કચરાના નિકાલમાં તટસ્થીકરણની પ્રક્રિયા ખૂબ ઉપયોગી છે.

પ્રકરણ 5: ભૌતિક અને રાસાયણિક ફેરફારો

  • ભૌતિક ફેરફાર: એવો ફેરફાર જેમાં પદાર્થના માત્ર ભૌતિક ગુણધર્મો જેવા કે આકાર, કદ, રંગ કે અવસ્થા (ઘન, પ્રવાહી, વાયુ) બદલાય, પરંતુ કોઈ નવો પદાર્થ બનતો નથી. આ ફેરફારો મોટાભાગે ઉલટાવી શકાય તેવા હોય છે. દા.ત., પાણીનું બરફમાં રૂપાંતર, કાગળના ટુકડા કરવા.
  • રાસાયણિક ફેરફાર: એવો ફેરફાર જેમાં એક અથવા વધુ નવા પદાર્થોનું નિર્માણ થાય છે. આ ફેરફારને ‘રાસાયણિક પ્રક્રિયા’ પણ કહે છે અને તે સામાન્ય રીતે ઉલટાવી શકાતા નથી. દા.ત., લોખંડને કાટ લાગવો, દૂધમાંથી દહીં બનવું, મૅગ્નેશિયમની પટ્ટીનું સળગવું.
  • રાસાયણિક ફેરફારની ઓળખ: આવા ફેરફાર દરમિયાન ઉષ્મા કે પ્રકાશ ઉત્પન્ન થવો, ધ્વનિ પેદા થવો, રંગ કે ગંધમાં પરિવર્તન આવવું અથવા કોઈ વાયુ ઉત્પન્ન થવો જેવી ઘટનાઓ બની શકે છે.
  • લોખંડનું કટાવું: લોખંડ જ્યારે હવાના ઑક્સિજન અને ભેજ (પાણી)ના સંપર્કમાં આવે છે, ત્યારે તેના પર કથ્થાઈ રંગનો પાવડર જેવો પદાર્થ બને છે, જેને કાટ કહે છે. આ એક રાસાયણિક ફેરફાર છે. તેને અટકાવવા માટે રંગ કરીને અથવા જસત (ઝિંક) જેવી ધાતુનું પડ ચડાવીને (ગેલ્વેનાઇઝેશન) કરી શકાય છે.
  • સ્ફટિકીકરણ (Crystallisation): કોઈ પણ પદાર્થના શુદ્ધ અને મોટા સ્ફટિક તેના સંતૃપ્ત દ્રાવણમાંથી મેળવવાની પ્રક્રિયાને સ્ફટિકીકરણ કહે છે. આ એક ભૌતિક ફેરફારનું ઉદાહરણ છે. દા.ત., દરિયાના પાણીમાંથી મીઠું મેળવવું.

વધારાના શૈક્ષણિક સ્ત્રોત

ઉપયોગી લિંક્સ

તમારી તૈયારીને વધુ મજબૂત કરવા માટે નીચે આપેલા સ્ત્રોતોનો ઉપયોગ કરો:

GCERT પાઠ્યપુસ્તકો

ધોરણ 7 અને 8 ના NMMS માટે પાઠ્યપુસ્તકો ડાઉનલોડ કરો.

અહીં ક્લિક કરો

રાજ્ય પરીક્ષા બોર્ડ

NMMS પરીક્ષા સંબંધિત માહિતી માટે.

અહીં ક્લિક કરો

જૂના મહિનાના મટીરીયલ

પાછલા મહિનાના પ્રેક્ટીસ ટેસ્ટ અને મટીરીયલ માટે નીચે ક્લિક કરો:

Evalbee OMR સોલ્યુશન સાથે તમારું મૂલ્યાંકન

Evalbee એપ્લિકેશનના ફાયદા

Evalbee એપ્લિકેશન NMMS તૈયારી માટે એક શક્તિશાળી સાધન છે જે તમને તમારા OMR જવાબો સ્કેન કરી સીધું પરિણામ મેળવવામાં મદદ કરે છે:

ઝડપી પરિણામ

OMR શીટ સ્કેન કરતાં જ તમારું રિઝલ્ટ મળી જાય છે, મેન્યુઅલ તપાસ કરતાં 10x ઝડપી.

પ્રગતિ ટ્રેકિંગ

તમારા પ્રદર્શનનો ઇતિહાસ જુઓ અને તમારી પ્રગતિનું વિશ્લેષણ કરો.

ભૂલ વિશ્લેષણ

તમારી ભૂલો અને નબળા વિસ્તારો ઓળખવામાં મદદ કરે છે.

Evalbee કેવી રીતે વાપરવું?

  1. પ્રશ્નપત્ર ડાઉનલોડ કરો: ઉપર આપેલ લિંક પરથી PDF ડાઉનલોડ કરો.
  2. OMR શીટ પર જવાબો ચિહ્નિત કરો: વાસ્તવિક પરીક્ષાની જેમ OMR શીટ પર જવાબો ચિહ્નિત કરો.
  3. Evalbee એપ ખોલો: તમારા સ્માર્ટફોન પર Evalbee એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો.
  4. OMR સ્કેન કરો: એપમાં કેમેરા સાથે તમારી OMR શીટ સ્કેન કરો.
  5. પરિણામ જુઓ: તમારું રિઝલ્ટ તરત જ જુઓ અને તમારી ભૂલોનું વિશ્લેષણ કરો.
Evalbee વિશે વધુ જાણો

NMMS સપ્ટેમ્બર 2025 ટેસ્ટ શ્રેણી

NMMS સપ્ટેમ્બર 2025 સંપૂર્ણ મટીરીયલ NMMS સપ્ટેમ્બર 2025 પ્રેક્ટીસ ટેસ્ટ ટાઈમ ટેબલ

ઉપરોક્ત સમયપત્રક મુજબ આગામી ટેસ્ટ સામાજિક વિજ્ઞાન (ધો.-7) ના પ્રકરણ 4 અને 5 વિષય પર તા. 19/09/2025 (શુક્રવાર) ના રોજ પ્રકાશિત થશે.