સામાજિક વિજ્ઞાન ધોરણ 8 પ્રકરણ 1 અને 2
સંપૂર્ણ નોંધ અને 30 ગુણની પ્રેક્ટીસ ટેસ્ટ
NMMSની તૈયારીને પરખો!
આ પાઠની તમારી સમજણ ચકાસવા અમારી ઇન્ટરએક્ટિવ ક્વિઝ રમો
હવે ક્વિઝ રમો20+ MCQs, તાત્કાલિક પરિણામ અને સમજૂતી સાથે
NMMS પ્રેક્ટીસ ટેસ્ટ અને સ્ટડી મટીરીયલ (ટેસ્ટ – 7)
ધોરણ 8 સામાજિક વિજ્ઞાન પ્રેક્ટીસ ટેસ્ટ – પ્રકરણ 1 & 2
પ્રકરણ 1 અને 2 પર આધારિત 30 ગુણની NMMS પ્રેક્ટીસ ટેસ્ટ:
ટીપ્સ: પ્રેક્ટીસ ટેસ્ટ આપતા પહેલા ઉપર આપેલી NMMS ક્વિઝ રમી લો. આથી તમારી તૈયારી વધુ મજબૂત બનશે અને તમે વધુ સારો સ્કોર કરી શકશો.
પ્રકરણ ૧: ભારતમાં યુરોપિયનો અને અંગ્રેજી શાસનની સ્થાપના
યુરોપિયન પ્રજાનું આગમન
ભારતની આર્થિક સમૃદ્ધિ પ્રાચીનકાળથી વિશ્વ માટે આકર્ષણનું કેન્દ્ર રહી છે.યુરોપમાં ભારતનાં સુતરાઉ કાપડ, રેશમી કાપડ, મરીમસાલા, તેજાના, ગળી જેવી વસ્તુઓની ખૂબ જ માંગ હતી. ઈ.સ.1453માં તુર્કોએ કૉન્સ્ટેન્ટિનોપલ જીતી લેતાં યુરોપ માટે ભારત સાથેના વેપારનો જૂનો જમીન માર્ગ બંધ થયો.આથી યુરોપિયન પ્રજાને મરીમસાલા જેવી તાતી જરૂરિયાતવાળી વસ્તુઓ મળતી બંધ થઈ.પરિણામે, યુરોપના પોર્ટુગલ, સ્પેન, હોલેન્ડ જેવાં રાષ્ટ્રોએ ભારત આવવાનો નવો જળમાર્ગ શોધવા પ્રયત્નો કર્યા.
- પોર્ટુગીઝો (ફિરંગી): ઈ.સ.1498માં વાસ્કો-દ-ગામાએ આફ્રિકાથી ભારત આવવાનો નવો જળમાર્ગ શોધી કાઢ્યો અને તે કાલિકટ બંદરે પહોંચ્યો.તેણે રાજા સામુદ્રિક (ઝામોરિન) પાસેથી વેપારની પરવાનગી મેળવી.તેમણે ઈ.સ. 1503માં કોચી અને ઈ.સ.1505માં કન્નુરમાં કિલ્લા બાંધ્યા.ઈ.સ. 1530માં ગોવા તેમની રાજધાની બની.
- ડચ (વલંદા): હોલેન્ડના ડચ લોકો પણ વેપાર કરવા ભારત આવ્યા.તેમણે બંગાળમાં (ઈ.સ. 1632) અને મલબાર વિસ્તારમાં (ઈ.સ. 1650) પોતાનો વેપાર જમાવ્યો.
- અંગ્રેજો: ઈ.સ.1600માં ઇંગ્લેન્ડમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ. તેમણે જહાંગીર પાસેથી ફરમાન લઈ ઈ.સ.1613માં સુરત ખાતે પ્રથમ કોઠી સ્થાપી. ઈ.સ. 1651માં હુગલી નદીના કિનારે વેપારી કોઠીની સ્થાપના કરી, જેને ‘ફેક્ટરી’ કહેવાતી.
- ફ્રેન્ચો: ઈ.સ. 1664માં ફ્રેન્ચ ઈસ્ટ ઈન્ડિયા કંપનીની સ્થાપના થઈ અને ઈ.સ.1668માં સુરતમાં પ્રથમ કોઠી સ્થાપી. તેમનું મુખ્ય મથક મછલીપટ્ટનમ હતું.
પ્રકરણ ૨: ભારતમાં બ્રિટિશ શાસન (ઈ.સ. 1757થી ઈ.સ. 1857)
વેપારથી સંસ્થાન તરફ: મુખ્ય યુદ્ધો
- પ્લાસીનું યુદ્ધ (23 જૂન, 1757): અંગ્રેજોએ પોતાની કોઠી (ફૉર્ટ વિલિયમ)ને કિલ્લેબંધી કરતાં બંગાળના નવાબ સિરાજ-ઉદ્-દૌલા સાથે સંબંધો કટૂતાપૂર્ણ બન્યા. ક્લાઈવે નવાબના સેનાપતિ મીરજાફરને નવાબ બનાવવાનું વચન આપી તેનો ટેકો મેળવ્યો. મુર્શિદાબાદ પાસે આવેલ ‘પ્લાસી’ નામના સ્થળે યુદ્ધ થયું, જેમાં મીરજાફરના વિશ્વાસઘાતને કારણે નવાબની સેના હારી ગઈ. આ યુદ્ધ પછી સમગ્ર બંગાળ અંગ્રેજોના અધિકારમાં આવી ગયું અને ભારતમાં તેમના વિજયનો માર્ગ શરૂ થયો.
- બક્સરનું યુદ્ધ (22 ઓક્ટોબર, 1764): બંગાળના નવાબ મીરકાસીમે અવધના નવાબ અને મુઘલ સમ્રાટ સાથે મળી અંગ્રેજોને ભારતમાંથી બહાર કાઢવાની યોજના બનાવી. બક્સરના યુદ્ધમાં અંગ્રેજોની જીત થઈ. આ યુદ્ધથી અંગ્રેજોને બંગાળ, બિહાર અને ઓડિશાના દીવાની (મહેસૂલ ઉઘરાવવાના) અધિકારો પ્રાપ્ત થયા.
અંગ્રેજ શાસનની જમીન મહેસૂલ પદ્ધતિઓ
- કાયમી જમાબંધી: ગવર્નર જનરલ કોર્નવૉલિસે ઈ.સ.1793માં ભારતમાં આ પદ્ધતિ દાખલ કરી. આ પદ્ધતિમાં જમીનદારને જમીનના અને જમીન મહેસૂલના હક આપવામાં આવ્યા. જમીનદારે નિશ્ચિત કરેલું મહેસૂલ સરકારમાં જમા કરાવવાનું હતું, જેના કારણે ખેડૂતોનું શોષણ થતું હતું.
- રૈયતવારી પદ્ધતિ: ઈ.સ.1820માં મુંબઈ અને મદ્રાસ પ્રાંતોમાં આ પદ્ધતિ લાગુ કરવામાં આવી હતી. તેના પ્રણેતા થૉમસ મૂનરો હતા. આ પદ્ધતિમાં જમીન ખેડનારને જમીનનો માલિક બનાવવામાં આવ્યો હતો. પરંતુ જમીનનું વધારે પડતું મહેસૂલ અને સરકારની મહેસૂલ વધારવાની નીતિને કારણે ખેડૂતોને જમીન માલિકીનો કોઈ ફાયદો થયો નહીં.
- મહાલવારી પદ્ધતિ: હોલ્ટ મેકેન્ઝી નામના અંગ્રેજ અધિકારીએ ઈ.સ.1822માં આ પદ્ધતિ દાખલ કરી. આ પદ્ધતિનો અમલ ઉત્તર-પશ્ચિમ પ્રાંત અને મધ્ય ભારતના કેટલાક પ્રદેશોમાં થયો હતો. આ પ્રથામાં મહેસૂલનું એકમ ખેડૂતનું ખેતર નહીં પણ સમગ્ર ગ્રામ કે ગ્રામની જમીનનો સમૂહ (મહાલ) હતો.
ખેતી અને જનજાતિઓ પર અસર
અંગ્રેજોએ ભારતમાં ખેતીનું પોતાની મરજી મુજબ વેપારીકરણ કરવા પ્રયાસ કર્યો. આ પાકોમાં મુખ્યત્વે ગળી, કપાસ, કાચું રેશમ, અફીણ અને મરીનો સમાવેશ થતો હતો. ખેડૂતોને નીચા ભાવે પાક વેચવા ફરજ પડાતી, જેનાથી તેઓ વધુને વધુ ગરીબ બનતા ગયા. આ શોષણનીતિને કારણે ઘણા પ્રદેશોમાં ખેડૂતો અને જનજાતિ પ્રજાએ બળવા કર્યા. ઓગણીસમી સદીમાં ભારતમાં ખોંડ, સંથાલ, મુંડાઓ, કોયાઓ જેવી જનજાતિઓના સમૂહો હતા. અંગ્રેજોએ જનજાતિ સમુદાયો માટે નવા કાયદા બનાવ્યા, જેનો તેમણે સામૂહિક વિરોધ કર્યો.
Evalbee OMR સોલ્યુશન સાથે તમારું મૂલ્યાંકન
Evalbee એપ્લિકેશનના ફાયદા
Evalbee એપ્લિકેશન NMMS તૈયારી માટે એક શક્તિશાળી સાધન છે જે તમને તમારા OMR જવાબો સ્કેન કરી સીધું પરિણામ મેળવવામાં મદદ કરે છે:
ઝડપી પરિણામ
OMR શીટ સ્કેન કરતાં જ તમારું રિઝલ્ટ મળી જાય છે, મેન્યુઅલ તપાસ કરતાં 10x ઝડપી
પ્રગતિ ટ્રેકિંગ
તમારા પ્રદર્શનનો ઇતિહાસ જુઓ અને તમારી પ્રગતિનું વિશ્લેષણ કરો
ભૂલ વિશ્લેષણ
તમારી ભૂલો અને નબળા વિસ્તારો ઓળખવામાં મદદ કરે છે
Evalbee કેવી રીતે વાપરવું?
Evalbee એપ્લિકેશનનો ઉપયોગ કરવા માટે સરળ પગલાં:
- પ્રશ્નપત્ર ડાઉનલોડ કરો: ઉપર આપેલ લિંક પરથી PDF ડાઉનલોડ કરો
- OMR શીટ પર જવાબો ચિહ્નિત કરો: વાસ્તવિક પરીક્ષાની જેમ OMR શીટ પર જવાબો ચિહ્નિત કરો
- Evalbee એપ ખોલો: તમારા સ્માર્ટફોન પર Evalbee એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો
- OMR સ્કેન કરો: એપમાં કેમેરા સાથે તમારી OMR શીટ સ્કેન કરો
- પરિણામ જુઓ: તમારું રિઝલ્ટ તરત જ જુઓ અને તમારી ભૂલોનું વિશ્લેષણ કરો
કાનૂની નોટિસ
આ વેબસાઇટ પરની બધી સામગ્રી (પ્રશ્નપત્રો, ઉત્તર કીઓ, અભ્યાસ માર્ગદર્શિકાઓ) ફ્રી છે પરંતુ તેનો ઉપયોગ કરતી વખતે આ સાહિત્ય MARUT EDGE વેબસાઈટ પરથી લેવામાં આવ્યું છે અને જેની લિંક edu.marutedge.com છે તે દર્શાવવું જરૂરી છે.
આ પ્રેક્ટીસ પેપર્સ ફક્ત શૈક્ષણિક હેતુ માટે છે. કોઈપણ ભૂલ અથવા ચૂક માટે MarutEdge જવાબદાર નથી. જો તમને કોઈ ભૂલ જણાય તો કૃપા કરીને અમને marutlogiclab@gmail.com પર સૂચિત કરો.
તૈયારી ચાલુ રાખો!
નવા પ્રેક્ટીસ પેપર્સ સાથે તમારી NMMS તૈયારીને ગતિ આપો
NMMS ઓગસ્ટ 2025 સંપૂર્ણ મટીરીયલ
ઉપરોક્ત સમયપત્રક મુજબ ટેસ્ટ દિવસે આ જ પ્રકારનું નવું NMMSનું પ્રેક્ટીસ પેપર અમે અહીં પ્રકાશિત કરીશું