NMMS 2025 Practice Test No. 11
સામાજિક વિજ્ઞાન (ધો.-7), પ્રકરણ 2 અને 3 (30 ગુણ)
NMMSની તૈયારીને પરખો!
આ પાઠની તમારી સમજણ ચકાસવા અમારી ઇન્ટરએક્ટિવ ક્વિઝ રમો
હવે ક્વિઝ રમો20+ MCQs, તાત્કાલિક પરિણામ અને સમજૂતી સાથે
NMMS પ્રેક્ટીસ ટેસ્ટ અને સ્ટડી મટીરીયલ (ટેસ્ટ – 11)
ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પ્રેક્ટીસ ટેસ્ટ – પ્રકરણ 2 & 3
પ્રકરણ 2 અને 3 પર આધારિત 30 ગુણની NMMS પ્રેક્ટીસ ટેસ્ટ (તા. 19/08/2025):
ટીપ્સ: પ્રેક્ટીસ ટેસ્ટ આપતા પહેલા નીચે આપેલ પ્રકરણની નોંધ અને ક્વિઝ રમી લો. આથી તમારી તૈયારી વધુ મજબૂત બનશે અને તમે વધુ સારો સ્કોર કરી શકશો.
🕌 પ્રકરણ ૨: દિલ્હી સલ્તનત
દિલ્હી સલ્તનતનો ઉદય અને વંશો
-
દિલ્હી સલ્તનતનો પાયો
- બારમી સદીમાં તોમર અને ચૌહાણ રાજપૂતોના સમયમાં દિલ્હી વેપાર-વાણિજ્યનું મહત્ત્વનું કેન્દ્ર હતું.
- ઈ.સ. ૧૨૦૬માં શિહાબુદ્દીન ઘોરીના મૃત્યુ બાદ તેના ગુલામ કુતુબુદ્દીન ઐબકે દિલ્હી સલ્તનતની સ્થાપના કરી.
- આ સવા ત્રણ સો વર્ષના શાસનકાળમાં ગુલામવંશ, ખલજીવંશ, તુગલકવંશ, સૈયદવંશ અને લોદીવંશ – એમ કુલ પાંચ વંશોએ શાસન કર્યું.
-
મુખ્ય શાસકો અને તેમની નીતિઓ
- ગુલામવંશના ઇસ્તુત્મિશએ રાજધાની લાહોરથી દિલ્હી ખસેડી અને ‘ચહલગાન’ (40 અમીરોનું દળ)ની રચના કરી. તેણે પોતાની પુત્રી **રઝિયા સુલતાના**ને ઉત્તરાધિકારી બનાવી, જે દિલ્હીની ગાદીએ આવનાર સૌપ્રથમ મહિલા શાસક હતી.
- ખલજીવંશના અલાઉદ્દીન ખલજીએ સૈન્યમાં ‘દાગ’ અને ‘ચહેરા’ પદ્ધતિ શરૂ કરી અને ભાવનિયમન જેવા વહીવટી સુધારા કર્યા.
- તુગલકવંશના મુહમ્મદ-બિન-તુગલકની ‘તરંગી યોજનાઓ’ જેમ કે રાજધાનીનું સ્થળાંતર અને પ્રતીકમુદ્રા પ્રયોગ નિષ્ફળ ગયા.
- લોદીવંશના ઇબ્રાહીમ લોદીનો ઈ.સ. ૧૫૨૬માં બાબર સામે પાણીપતના યુદ્ધમાં પરાજય થયો, જેનાથી સલ્તનત યુગનો અંત આવ્યો.
-
સ્થાપત્ય અને રાજ્યવ્યવસ્થા
- કુતુબુદ્દીન ઐબકે દિલ્હીમાં કુવ્વત-ઉલ-ઇસ્લામ મસ્જિદ અને અજમેરમાં ઢાઈ દિનકા ઝોંપડા મસ્જિદનું નિર્માણ કરાવ્યું. તેણે કુતુબમિનારનું બાંધકામ શરૂ કરાવ્યું, જે ઇસ્તુત્મિશે પૂર્ણ કરાવ્યું.
- સલ્તનત શાસનમાં સુલતાન સર્વોચ્ચ સેનાપતિ, વહીવટી વડો અને ન્યાયાધીશ હતો. શાસન વ્યવસ્થા કેન્દ્રીય, પ્રાંતીય અને સ્થાનિક એમ ત્રણ વિભાગોમાં વહેંચાયેલી હતી.
- અલાઉદ્દીન ખલજીના સમયમાં અલાઈ દરવાજા અને સીરી કિલ્લો જેવા સ્થાપત્યોનું નિર્માણ થયું.
🏰 પ્રકરણ ૩: મુઘલ સામ્રાજ્ય
મુઘલ સામ્રાજ્ય અને તેના શાસકો
-
અકબર: મહાન શાસક
- અકબર ૧૪ વર્ષની ઉંમરે ગાદીએ બેઠા. ઈ.સ. ૧૫૫૬માં પાણીપતનું બીજું યુદ્ધ અને મેવાડના રાણા પ્રતાપ સાથે હલ્દીઘાટીનું યુદ્ધ લડ્યા.
- તેમણે ધાર્મિક સહિષ્ણુતા અપનાવી, રાજપૂતો સાથે સંબંધો બાંધ્યા અને ‘દીન-એ-ઇલાહી’ સંપ્રદાયની સ્થાપના કરી.
- તેમણે બાળલગ્ન અને સતીપ્રથાનો વિરોધ કર્યો અને યાત્રાવેરો નાબૂદ કર્યો.
-
સ્થાપત્યનો સુવર્ણયુગ
- શાહજહાંનો સમય સ્થાપત્યનો સુવર્ણયુગ ગણાય છે. તેણે તાજમહાલ, મોતી મસ્જિદ અને લાલ કિલ્લોનું નિર્માણ કરાવ્યું.
- અકબરે ફતેહપુર સિક્રીમાં ગુજરાત પરના વિજયની યાદમાં ભવ્ય બુલંદ દરવાજો બનાવડાવ્યો.
- ઔરંગઝેબે પોતાની પત્નીની યાદમાં ઔરંગાબાદમાં રાબિયા-ઉદ્-દોરાનનો મકબરો બનાવડાવ્યો હતો.
-
મુઘલ રાજ્યવ્યવસ્થા અને અન્ય શાસકો
- મુઘલ શાસનમાં બાદશાહ સર્વોચ્ચ હતો. મનસબદારી નામની નવી મહેસૂલી વ્યવસ્થા શરૂ કરવામાં આવી હતી.
- મહારાણા પ્રતાપે અકબર સામે જીવનના અંત સુધી સંઘર્ષ ચાલુ રાખ્યો હતો.
- છત્રપતિ શિવાજીએ મરાઠા સામ્રાજ્યની સ્થાપના કરી અને રાજ્યવહીવટ માટે અષ્ટપ્રધાન મંડળની રચના કરી.
વધારાના શૈક્ષણિક સ્ત્રોત
ઉપયોગી લિંક્સ
તમારી તૈયારીને વધુ મજબૂત કરવા માટે નીચે આપેલા સ્ત્રોતોનો ઉપયોગ કરો:
Evalbee OMR સોલ્યુશન સાથે તમારું મૂલ્યાંકન
Evalbee એપ્લિકેશનના ફાયદા
Evalbee એપ્લિકેશન NMMS તૈયારી માટે એક શક્તિશાળી સાધન છે જે તમને તમારા OMR જવાબો સ્કેન કરી સીધું પરિણામ મેળવવામાં મદદ કરે છે:
ઝડપી પરિણામ
OMR શીટ સ્કેન કરતાં જ તમારું રિઝલ્ટ મળી જાય છે, મેન્યુઅલ તપાસ કરતાં 10x ઝડપી.
પ્રગતિ ટ્રેકિંગ
તમારા પ્રદર્શનનો ઇતિહાસ જુઓ અને તમારી પ્રગતિનું વિશ્લેષણ કરો.
ભૂલ વિશ્લેષણ
તમારી ભૂલો અને નબળા વિસ્તારો ઓળખવામાં મદદ કરે છે.
Evalbee કેવી રીતે વાપરવું?
Evalbee એપ્લિકેશનનો ઉપયોગ કરવા માટે સરળ પગલાં:
- પ્રશ્નપત્ર ડાઉનલોડ કરો: ઉપર આપેલ લિંક પરથી PDF ડાઉનલોડ કરો.
- OMR શીટ પર જવાબો ચિહ્નિત કરો: વાસ્તવિક પરીક્ષાની જેમ OMR શીટ પર જવાબો ચિહ્નિત કરો.
- Evalbee એપ ખોલો: તમારા સ્માર્ટફોન પર Evalbee એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો.
- OMR સ્કેન કરો: એપમાં કેમેરા સાથે તમારી OMR શીટ સ્કેન કરો.
- પરિણામ જુઓ: તમારું રિઝલ્ટ તરત જ જુઓ અને તમારી ભૂલોનું વિશ્લેષણ કરો.
કાનૂની નોટિસ
આ વેબસાઇટ પરની બધી સામગ્રી (પ્રશ્નપત્રો, ઉત્તર કીઓ, અભ્યાસ માર્ગદર્શિકાઓ) ફ્રી છે પરંતુ તેનો ઉપયોગ કરતી વખતે આ સાહિત્ય MARUT EDGE વેબસાઈટ પરથી લેવામાં આવ્યું છે અને જેની લિંક edu.marutedge.com છે તે દર્શાવવું જરૂરી છે.
આ પ્રેક્ટીસ પેપર્સ ફક્ત શૈક્ષણિક હેતુ માટે છે. કોઈપણ ભૂલ અથવા ચૂક માટે MarutEdge જવાબદાર નથી. જો તમને કોઈ ભૂલ જણાય તો કૃપા કરીને અમને marutlogiclab@gmail.com પર સૂચિત કરો.
આગામી ટેસ્ટ: વિજ્ઞાન
તમારી તૈયારી ચાલુ રાખો! આગામી ટેસ્ટ વિજ્ઞાન (ધો.-8), પ્રકરણ 2 અને 3, તારીખ 22/08/2025 ના રોજ લેવામાં આવશે.
NMMS ઓગસ્ટ 2025 સંપૂર્ણ મટીરીયલ
ઉપરોક્ત સમયપત્રક મુજબ ટેસ્ટ દિવસે આ જ પ્રકારનું નવું NMMSનું પ્રેક્ટીસ પેપર અમે અહીં પ્રકાશિત કરીશું