NMMS 2025 Practice Test No. 19
વિજ્ઞાન: પ્રકરણ 4 અને 5 (ધોરણ 8)
NMMSની તૈયારીને પરખો!
આ પાઠની તમારી સમજણ ચકાસવા અમારી ઇન્ટરએક્ટિવ ક્વિઝ રમો
હવે ક્વિઝ રમો20+ MCQs, તાત્કાલિક પરિણામ અને સમજૂતી સાથે
NMMS પ્રેક્ટીસ ટેસ્ટ અને સ્ટડી મટીરીયલ (ટેસ્ટ – 19)
વિજ્ઞાન પ્રેક્ટીસ ટેસ્ટ – પ્રકરણ 4 અને 5
ધોરણ 8 વિજ્ઞાનના પ્રકરણ 4 અને 5 પર આધારિત NMMS પ્રેક્ટીસ ટેસ્ટ (તા. 23/09/2025):
ટીપ્સ: પ્રેક્ટીસ ટેસ્ટ આપતા પહેલા નીચે આપેલ પ્રકરણની નોંધનો અભ્યાસ કરી લો. આથી તમારી તૈયારી વધુ મજબૂત બનશે અને તમે વધુ સારો સ્કોર કરી શકશો.
વિજ્ઞાન: મુખ્ય ખ્યાલો અને નોંધ (પ્રકરણ 4 અને 5)
પ્રકરણ 4: દહન અને જ્યોત
- દહન: જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઑક્સિજન સાથે પ્રક્રિયા કરીને ઊર્જા ઉત્પન્ન કરે છે તેને દહન કહે છે. આ ઊર્જા ગરમી અને પ્રકાશ સ્વરૂપે હોય છે.
- જ્વલનબિંદુ: જે નીચામાં નીચા તાપમાને પદાર્થ સળગે છે તે તાપમાનને તે પદાર્થનું જ્વલનબિંદુ (Ignition temperature) કહે છે.
- આગ નિયંત્રણ: આગના નિયંત્રણ માટે બળતણને મળતો હવાનો પુરવઠો અટકાવવો અને બળતણનું તાપમાન નીચું લાવવું જરૂરી છે. વિદ્યુત અને તેલથી લાગેલી આગ માટે કાર્બન ડાયૉક્સાઈડનો ઉપયોગ થાય છે.
- દહનના પ્રકારો: ઝડપી દહન, સ્વયંસ્ફરિત દહન અને વિસ્ફોટ.
- મીણબત્તીની જ્યોત: તેના ત્રણ મુખ્ય વિસ્તારો છે: સૌથી અંદરનો કાળો વિસ્તાર, મધ્યનો પીળો પ્રકાશિત વિસ્તાર અને સૌથી બહારનો ભૂરો વિસ્તાર.
- આદર્શ બળતણ: તે સસ્તું, સરળતાથી ઉપલબ્ધ, ત્વરિત દહન પામે તેવું અને કોઈ અવશેષ ન છોડે તેવું હોવું જોઈએ.
- કૅલરી મૂલ્ય: 1 કિગ્રા બળતણનું સંપૂર્ણ દહન થવાથી ઉત્પન્ન થતા ઉષ્માના જથ્થાને તેનું કૅલરી મૂલ્ય કહે છે, જેનો એકમ કિલોજૂલ પ્રતિ કિગ્રા (kJ/kg) છે.
- પર્યાવરણીય અસરો: બળતણનું અપૂર્ણ દહન હાનિકારક વાયુઓ ઉત્પન્ન કરે છે. કાર્બન ડાયૉક્સાઇડનું વધતું પ્રમાણ ગ્લોબલ વૉર્મિંગ માટે અને સલ્ફર-નાઇટ્રોજનના ઑક્સાઈડ ઍસિડ વર્ષા માટે જવાબદાર છે.
પ્રકરણ 5: વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ
- વનનાબૂદી: જમીનનો અન્ય કાર્યો માટે ઉપયોગ કરવા વૃક્ષોની કટાઈ, જેનાથી પૃથ્વી પર તાપમાન અને પ્રદૂષણમાં વધારો થાય છે અને ગ્લોબલ વૉર્મિંગ જેવી સમસ્યાઓ સર્જાય છે.
- જીવાવરણ અને જૈવવિવિધતા: પૃથ્વીનો સજીવોના વસવાટવાળો ભાગ જીવાવરણ છે, અને તેમાં જોવા મળતા વિવિધ સજીવોને જૈવવિવિધતા કહે છે.
- સુરક્ષિત ક્ષેત્રો: વનસ્પતિ અને પ્રાણીઓના સંરક્ષણ માટે અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન અને જેવાવરણ આરક્ષિત ક્ષેત્ર જેવા વિસ્તારો જાહેર કરાયા છે.
- સ્થાનિક જાતિઓ: કોઈ એક જ ક્ષેત્રમાં વિશિષ્ટ રૂપે જોવા મળતી વનસ્પતિ અને પ્રાણીની જાતિઓ.
- નિવસનતંત્ર: કોઈ વિસ્તારના જૈવિક ઘટકો (વનસ્પતિ, પ્રાણી) અને અજૈવિક ઘટકો (તાપમાન, ભેજ, જમીન) વડે સંયુક્ત રીતે બનતું તંત્ર.
- રેડ ડેટા બુક: આ પુસ્તકમાં બધી નાશ:પ્રાય જાતિઓનો રેકોર્ડ રાખવામાં આવે છે.
- પ્રવાસી પક્ષીઓ: વાતાવરણીય બદલાવને કારણે પોતાના મૂળ નિવાસથી ઊડીને દર વર્ષે ચોક્કસ સમયે અન્ય દૂરના સ્થળે જતા પક્ષીઓ.
- પુનઃવનીકરણ: નાશ પામેલાં જંગલોની પુનઃસ્થાપના માટે નવાં વૃક્ષોની રોપણી કરવી. 1 ટન કાગળ બનાવવા 17 પૂર્ણવિકસિત વૃક્ષો કાપવામાં આવે છે, તેથી કાગળની બચત કરવી જરૂરી છે.
વધારાના શૈક્ષણિક સ્ત્રોત
ઉપયોગી લિંક્સ
તમારી તૈયારીને વધુ મજબૂત કરવા માટે નીચે આપેલા સ્ત્રોતોનો ઉપયોગ કરો:
જૂના મહિનાના મટીરીયલ
પાછલા મહિનાના પ્રેક્ટીસ ટેસ્ટ અને મટીરીયલ માટે નીચે ક્લિક કરો:
Evalbee OMR સોલ્યુશન સાથે તમારું મૂલ્યાંકન
Evalbee એપ્લિકેશનના ફાયદા
Evalbee એપ્લિકેશન NMMS તૈયારી માટે એક શક્તિશાળી સાધન છે જે તમને તમારા OMR જવાબો સ્કેન કરી સીધું પરિણામ મેળવવામાં મદદ કરે છે:
ઝડપી પરિણામ
OMR શીટ સ્કેન કરતાં જ તમારું રિઝલ્ટ મળી જાય છે, મેન્યુઅલ તપાસ કરતાં 10x ઝડપી.
પ્રગતિ ટ્રેકિંગ
તમારા પ્રદર્શનનો ઇતિહાસ જુઓ અને તમારી પ્રગતિનું વિશ્લેષણ કરો.
ભૂલ વિશ્લેષણ
તમારી ભૂલો અને નબળા વિસ્તારો ઓળખવામાં મદદ કરે છે.
Evalbee કેવી રીતે વાપરવું?
- પ્રશ્નપત્ર ડાઉનલોડ કરો: ઉપર આપેલ લિંક પરથી PDF ડાઉનલોડ કરો.
- OMR શીટ પર જવાબો ચિહ્નિત કરો: વાસ્તવિક પરીક્ષાની જેમ OMR શીટ પર જવાબો ચિહ્નિત કરો.
- Evalbee એપ ખોલો: તમારા સ્માર્ટફોન પર Evalbee એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો.
- OMR સ્કેન કરો: એપમાં કેમેરા સાથે તમારી OMR શીટ સ્કેન કરો.
- પરિણામ જુઓ: તમારું રિઝલ્ટ તરત જ જુઓ અને તમારી ભૂલોનું વિશ્લેષણ કરો.
કાનૂની નોટિસ
આ વેબસાઇટ પરની બધી સામગ્રી (પ્રશ્નપત્રો, ઉત્તર કીઓ, અભ્યાસ માર્ગદર્શિકાઓ) ફ્રી છે પરંતુ તેનો ઉપયોગ કરતી વખતે આ સાહિત્ય MARUT EDGE વેબસાઈટ પરથી લેવામાં આવ્યું છે અને જેની લિંક edu.marutedge.com છે તે દર્શાવવું જરૂરી છે.
આ પ્રેક્ટીસ પેપર્સ ફક્ત શૈક્ષણિક હેતુ માટે છે. કોઈપણ ભૂલ અથવા ચૂક માટે MarutEdge જવાબદાર નથી. જો તમને કોઈ ભૂલ જણાય તો કૃપા કરીને અમને marutlogiclab@gmail.com પર સૂચિત કરો.
NMMS સપ્ટેમ્બર 2025 ટેસ્ટ શ્રેણી
NMMS સપ્ટેમ્બર 2025 સંપૂર્ણ મટીરીયલ
ઉપરોક્ત સમયપત્રક મુજબ આગામી ટેસ્ટ (Test 20) ગણિત (ધો.-8) ના પ્રકરણ 4 અને 5 વિષય પર તા. 26/09/2025 (શુક્રવાર) ના રોજ પ્રકાશિત થશે.